યુપીના નાયબ CMનો માંડ માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ

Published: March 7, 2026 | Category: India National


UP Deputy CM Helicopter Emergency Landing: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શનિવારે (સાતમી માર્ચ) એક મોટી વિમાન દુર્ઘટનામાં આબાદ બચી ગયા હતા. લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે લખનઉના અમૌસી એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી લખનઉના લા માર્ટ્સ મેદાનથી કૌશામ્બી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટરે ઉડાન ભરી તેના થોડા સમય બાદ અચાનક પાયલટની કેબિન અને આસપાસના ભાગમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો.

Original Source: Read full article at source