RCB માટે સારા સમાચાર, કર્ણાટક સરકારે IPL મેચ યોજવા માટે આપી પરવાનગી

📅 Published: February 18, 2026 | 📂 Category: cricket

BCCIએ હજુ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની 2026 સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું નથી, જેના પર ફેન્સની નજર છે. તેની વચ્ચે આગામી સિઝન પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે તેઓ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેમની ઘરેલું મેચ રમશે.

12 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ આરસીબી ફ્રેન્ચાઈઝીને કેટલીક શરતોને આધીન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ રમવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.

RCB અન્ય સ્થળ શોધી રહ્યું હતું

IPL 2026માં પોતાની હોમ મેચ માટે RCB ફ્રેન્ચાઈઝી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને નિર્ણય ન થવા પર અન્ય સ્થળો શોધી રહી હતી. તેમને નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી અને રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું હતું. પરંતુ આ બંને સ્ટેડિયમને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ રહ્યા.

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચો રમવાની પરવાનગી તેમના માટે મોટી રાહત હોવી જોઈએ. છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ, વેંકટેશ પ્રસાદે પદ સંભાળ્યા પછીથી બેંગલુરુમાં IPL અને ઈન્ટરનેશનલ મેચો પરત કરવા માટે સતત કામ કરી રહ્યા છે. આ અંગે તેમને 12 ફેબ્રુઆરીએ કર્ણાટક રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પહેલા એક નિવેદન પણ આપ્યું હતું.

સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં

કર્ણાટક રાજ્ય સરકારે IPL મેચો માટે પરવાનગી આપી છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા સાથે સમાધાન કરી શકાય નહીં. કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે કેબિનેટે કુન્હા રિપોર્ટમાં જણાવેલી કેટલીક શરતો સાથે સંમતિ આપી હતી. રિપોર્ટમાં વધુમાં વધુ 35,000 લોકો અને અન્ય જરૂરિયાતો સહિત કેટલીક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCI આગામી થોડા દિવસોમાં IPL 2026ના ટાઈમટેબલની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Team Indiaનું વધ્યું ટેન્શન, જસપ્રીત બુમરાહના યોર્કર બોલથી ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *