અભિષેક શર્મા T20 વર્લ્ડકપ 2026માં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. સતત 3 મેચમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ તેને સાઉથ આફ્રિકા સામે સારી શરૂઆત કરી. પરંતુ તે પોતાની ઈનિંગને મોટી ઈનિંગમાં ફેરવી શક્યો નહીં અને ટીમ ઈન્ડિયાને રન ચેઝમાં મોટી હારનો સામનો કરવો પડ્યો.
ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાંથી બહાર છે. ભારતની આગામી મેચ ઝિમ્બાબ્વે સામે છે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધૂમ મચાવી દીધી છે, જેમાં ગૌતમ ગંભીર ટીમ બસમાં અભિષેક શર્માને ઠપકો આપતા જોવા મળે છે.
ગૌતમ ગંભીરે અભિષેક શર્માને આપ્યો ઠપકો!
અભિષેક શર્માએ છેલ્લા એક વર્ષમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઘણી ખ્યાતિ મેળવી છે. પરંતુ T20 વર્લ્ડકપ જેવા મોટા સ્ટેજ પર તે ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. આ મુશ્કેલ સમયમાં અભિષેકને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, જે સતત તેમના અનુભવો તેમની સાથે શેર કરી રહ્યા છે.
તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગૌતમ ગંભીર અને અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામેની મેચ માટે ચેન્નાઈ પહોંચ્યા પછી ટીમ બસમાં સાથે બેઠા હોય તેવું જોવા મળ્યું છે. કોચ અભિષેકને સલાહ આપી રહ્યા છે, અને તેઓ ગંભીર વાતચીતમાં બિઝી છે. ગંભીર અને અભિષેક વચ્ચેની આ વાતચીત દરમિયાન સહાયક કોચ રાયન ટેન ડોશેટ પણ હાજર હતા.
T20 વર્લ્ડકપમાં અભિષેક શર્માનું અત્યાર સુધીનું પ્રદર્શન
અભિષેક શર્માએ T20 વર્લ્ડકપ 2026માં પોતાની પહેલી મેચ યુએસએ સામે રમી હતી, પરંતુ તે શૂન્ય રન પર આઉટ થયો હતો. ખરાબ સ્વાસ્થ્યને કારણે અભિષેક નામિબિયા સામે રમી શક્યો ન હતો. તે 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ભારતીય ટીમમાં પરત ફર્યો હતો, પરંતુ શૂન્ય રન પર આઉટ થયો હતો.
નેધરલેન્ડ્સ સામે પણ આવી જ સ્થિતિ હતી. સતત ત્રણ વખત શૂન્ય આઉટ થયા પછી અભિષેકે પહેલી સુપર 8 મેચમાં સાઉથ આફ્રિકા સામે 15 રન બનાવ્યા. તેને સારી શરૂઆત કરી પણ તે પોતાની ઈનિંગને મોટી ઈનિંગમાં ફેરવી શક્યો નહીં. ભારતની આગામી મેચ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે છે. અભિષેક આ મેચમાં મોટો સ્કોર કરવા માગશે.
