India Vs Zimbabwe Updated: ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું

📅 Published: February 26, 2026 | 📂 Category: sports

ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવીને T20 વર્લ્ડકપ 2026ની સેમીફાઈનલ તરફ વધુ એક પગલું આગળ વધાર્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 4 વિકેટે 256 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 184 રન જ બનાવી શક્યું. આમ ભારતની 72 રને જીત થઈ. ભારતના હવે 2 પોઈન્ટ છે. આગામી મેચ 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 55 રનની ઈનિંગ રમી. આ દરમિયાન તેને 30 બોલનો સામનો કર્યો. તેને 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ઈશાન કિશને 24 બોલમાં 38 રન અને સંજુ સેમસનએ 15 બોલમાં 24 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 33 રન બનાવ્યા. અંતે હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરી. હાર્દિકે માત્ર 23 બોલમાં 50 રન બનાવ્યા. જેમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તિલક 16 બોલમાં 44 રન બનાવ્યા. તેને 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *