T20 વર્લ્ડકપની ધમાલ વચ્ચે ઘરેલુ ક્રિકેટમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા. રણજી ટ્રોફી 2025-26 ફાઈનલના છેલ્લા દિવસે જમ્મુ અને કાશ્મીરે મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. જમ્મુ અને કાશ્મીરના બેટ્સમેનો બીજી ઈનિંગમાં પણ કર્ણાટકના બોલરોને આડે હાથ લીધા.
આ દરમિયાન જ્યારે કેએલ રાહુલે બોલ હાથમાં લીધો, ત્યારે મેદાન પર હાજર દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. 2015 પછી આ પહેલી વાર છે જ્યારે કેએલ રાહુલ ફર્સ્ટ-ક્લાસ મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે.
જમ્મુ અને કાશ્મીર ઈતિહાસ રચ્યો
રણજી ટ્રોફી Elite 2025-26ના ફાઈનલમાં જમ્મુ અને કાશ્મીરે ઈતિહાસ રચ્યો છે. જમ્મુ અને કાશ્મીરે પહેલીવાર રણજી ટ્રોફી જીતી છે. જમ્મુ અને કાશ્મીરે કર્ણાટક સામે આ ઐતિહાસિક જીત નોંધાવી. ફાઈનલ મેચના છેલ્લા દિવસે જમ્મુ અને કાશ્મીરે 550 થી વધુ રનની લીડ મેળવી. આમ મેચ ડ્રો થઈ અને જમ્મુ અને કાશ્મીરે પ્રથમ ઈનિંગની લીડના આધારે પહેલી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો.
10 વર્ષ પછી જોવા મળ્યો અનોખો નજારો
જ્યારે પરિસ્થિતિ બગડવા લાગી, ત્યારે કર્ણાટકના કેપ્ટન દેવદત્ત પડિકલે એક હિંમતવાન નિર્ણય લીધો. તેને 80 ઓવર પછી બોલ કેએલ રાહુલને સોંપ્યો. રાહુલ સામાન્ય રીતે તેની સ્ટાઈલિશ બેટિંગ માટે જાણીતો છે, પરંતુ આ વખતે તેને બોલરની ભૂમિકા નિભાવી. 10 વર્ષથી વધુ સમયમાં રાહુલે પહેલી વખત ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બોલિંગ કરી હતી. આ પગલું દબાણ હેઠળ આવ્યું, જ્યારે કર્ણાટકને ચમત્કારની જરૂર હતી.
તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર પહેલી વાર ફાઈનલમાં પહોંચ્યા બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીતનારી માત્ર નવમી ટીમ છે. આ પહેલા બોમ્બે, નવાનગર, મહારાષ્ટ્ર, બરોડા, કર્ણાટક, પંજાબ, હૈદરાબાદ અને વિદર્ભએ આવું કર્યું છે.
આ પણ વાંચો: T20 World Cup 2026 Points Table: ઝિમ્બાબ્વેને હરાવીને ભારતની સેમીફાઈનલની શક્યતાઓ વધી!
