Ahmedabadના નરોડામાં ગ્રાહક બની આવેલી બે મહિલા જ્વેલર્સમાંથી દાગીના ચોરી કરતા ઝડપાઈ

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલરી શોરૂમને નિશાન બનાવતી બે મહિલા ચોરોની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશતી આ મહિલાઓ સોનાના દાગીના જોતી વખતે વેપારીની નજર ચૂકવીને કિંમતી ઘરેણાં પર હાથફેરો કરતી હતી. નરોડા પોલીસે બાતમીના આધારે આ બંને મહિલાઓને દબોચી લીધી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલાઓની ધરપકડ કરી છે: ગીતા દેવીપૂજક અને કોયલ દેવીપૂજક.

ગ્રાહકના સ્વાંગમા મહિલાઓ ચોરી કરતી હતી

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.90,000ની કિંમતના સોનાના દાગીના કબ્જે કર્યા છે. આ મહિલાઓ આધુનિક ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાને જતી હતી. દુકાનદાર જ્યારે સોનાની વીંટી કે અન્ય નાના દાગીનાના બોક્સ ટેબલ પર બતાવવા માટે મુકતો, ત્યારે વાતોમાં ભોળવીને એક મહિલા નજર ચૂકવતી અને બીજી મહિલા સિફતપૂર્વક દાગીના પોતાના કપડામાં છુપાવી લેતી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ બંને મહિલાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડી છે.

નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

નરોડા પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ મહિલાઓએ ભૂતકાળમાં અમદાવાદના અન્ય કયા વિસ્તારોમાં આ રીતે જ્વેલર્સને નિશાન બનાવ્યા છે. વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે દુકાનમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને અજાણ્યા ગ્રાહકોના હલનચલન પર સતત નજર રાખવી. આ ધરપકડથી શહેરમાં જ્વેલરી શોરૂમમાં થતી ચોરીના અન્ય કિસ્સાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *