તમામ વિભાગો વચ્ચે સુદ્રઢ સંકલન સ્થાપિત કરતાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે પોતાના ગૃહ નગરો તરફની યાત્રા કરનારા યાત્રીઓને સુરક્ષિત, સુગમ અને નિર્બાધ યાત્રા સુવિધા પ્રાપ્ત થાય. પશ્ચિમ રેલવેએ હોળી પર્વ દરમિયાન વધેલી ભીડને ધ્યાનમાં રાખતાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ તથા માર્ચ મહિનામાં પોતાના સ્ટેશનોથી 308 વિશેષ ટ્રેનોના ફેરા સંચાલિત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે પોતાના નેટવર્ક પર યાત્રી અવરજવરની સતત દેખરેખ રાખી રહ્યું છે તથા હોળી પર્વ દરમિયાન યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે વધારાની વિશેષ ટ્રેનોના સંચાલન અને જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
27 લાખથી વધુ યાત્રીઓને તેમના મુકામ સુધી સુરક્ષિત રીતે પહોંચ્યા
આ જ ક્રમમાં 21 ફેબ્રુઆરીથી 02 માર્ચ, 2026 દરમિયાન પશ્ચિમ રેલવેએ ગોરખપુર, બનારસ, દાનાપુર, સમસ્તીપુર, દરભંગા, ભગત કી કોઠી (જોધપુર), હરિદ્વાર, રક્સૌલ, હજરત નિજામુદ્દીન, દિલ્લી સહિત અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનો માટે કુલ 266 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું. આ વિશેષ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત જેવા મુખ્ય રાજ્યોને જોડતાં યાત્રીઓની વધારાની માંગને પૂરી કરવા માટે ચલાવવામાં આવી. 27 ફેબ્રુઆરીથી 02 માર્ચ, 2026 ના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 27 લાખથી વધુ યાત્રીઓને તેમના મુકામ સુધી સુરક્ષિત અને સુગમ યાત્રા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. અમદાવાદ મંડળ હેઠળ અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીધામ અને ભુજ સ્ટેશનોથી 27, 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ, 2026 ના રોજ સંચાલિત વિશેષ ટ્રેનો મારફતે 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી.
સ્ટેશનવાર યાત્રી સંખ્યા આ મુજબ રહી
•અમદાવાદથી લગભગ 1.55 લાખ યાત્રી
•સાબરમતીથી 70 હજાર યાત્રી
•અસારવાથી 30 હજાર યાત્રી
•ગાંધીધામથી 30 હજાર યાત્રી
•ભુજથી 15.5 હજાર યાત્રી
યાત્રીઓની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નીચે જણાવેલા વિશેષ ઉપાયો લાગુ કરવામાં આવ્યા
•વિશેષ ટ્રેનોના સંબંધમાં સતત ઉદઘોષણાઓ કરીને યાત્રીઓમાં ભ્રમથી સ્થિતિથી બચાવ કરવામાં આવ્યો.
•ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ પર ટ્રેનોની અદ્યતન માહિતી પ્રદર્શિત કરવામાં આવી.
•રેલવે કર્મચારીઓ દ્વારા યાત્રીઓને માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી.
•એટીવીએમ અને રેલવન એપ મારફતે ટિકિટ લેવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા.
•મોબાઈલ યૂટીએસ સુવિધા મારફતે લાઈનમાં રાહ જોઈ રહેલા યાત્રીઓને ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
•વધારાના રિઝર્વેશન કાઉન્ટર, એટીવીએમ અને હેન્ડહેલ્ડ ટિકિટીંગ ટર્મિનલની વ્યવસ્થા કરવામાં આવી.
•મુખ્ય સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવીને યાત્રી અવરજવરને સુવ્યવસ્થિત કરવામાં આવી.
•હોલ્ડિંગ એરિયામાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી.
•વિશેષ ટ્રેનોની માહિતી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા મારફતે સર્વગ્રાહી રૂપે પ્રસારિત કરવામાં આવી.
•સંચાલન જરૂરિયાતોને અનુરૂપ ડ્યૂટી પર હાજર કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
•મુખ્ય સ્ટેશન અને ટ્રેનોમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) તથા ટિકિટ તપાસ કર્મચારીઓની પૂરતી જમાવટ કરવામાં આવી.
•સંવેદનશીલ સ્ટેશનો પર સીસીટીવી મારફતે વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવામાં આવી.
•વિશેષ ટ્રેનોનું સમયપાલન સુનિશ્ચિત કરવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું.
•ફુટઓવર બ્રિજ, પ્લેટફોર્મ, પ્રવેશ/નિકાસ દ્વાર અને ટ્રેનોમાં સુરક્ષિત ચઢવા-ઉતરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
