ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું

📅 Published: March 7, 2026 | 📂 Category: India National


– મગજમાં ચોક્કસ પ્રોટીનની હાજરીમાં ચેતાકીય યંત્રણા થકી દવા કાર્યરત બને છે 

– મગજ ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરવા પોષક દ્રવ્યો અને અંત:સ્ત્રાવોના પ્રમાણને પારખી બ્લડ સુગર લેવલને તે પ્રમાણે સતત એડજસ્ટ કરે છે

નવી દિલ્હી : ટાઇપ ટુ ડાયાબિટિસની સારવારમાં છ દાયકા કરતાં વધારે સમયથી જેનો ઉપયોગ થાય છે તે અસરકારક, કિફાયતી અને સુરક્ષિત દવા મેટફોર્મિન કેવી રીતે બ્લડ સુગર ઘટાડે છે તે સંપૂર્ણપણે સમજી શકાયું નહોતું. હવે સંશોધકોને આ સવાલનો જવાબ મળી ગયો છે. અગાઉ જેની કોઇને જાણ નહોતી તેવી મગજની ચોક્કસ યંત્રણાનો ઉપયોગ કરી મેટફોર્મિન બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે. બેયલોર કોલેજ ઓફ મેડિસિનના વિજ્ઞાાનીઓ દ્વારા કરવામાં આવેલાં આ અભ્યાસને સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *