ઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. મધ્ય પૂર્વ કટોકટીના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને શરતો વિના શરણાગતિ આપવાની માંગ કરી છે, જેના કારણે તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારના 20% થી વધુ સપ્લાય કરતું હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, અને ટૂંક સમયમાં ફરી ખુલવાની કોઈ આશા નથી. જેની અસર પેટ્રોલ ડીઝલ પર જોવા મળે છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા
તાજેતરના દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નાટ્યાત્મક વધારો જોવા મળ્યો છે. આ વર્ષે યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં પહેલાથી જ 60 ટકાનો વધારો થયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 33 ટકાથી વધુનો વધારો થયો છે. નિષ્ણાતો આગાહી કરે છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ $100 ને વટાવી જાય છે, તો આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
બીજી તરફ યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. યુએસ ક્રૂડ ઓઇલ (WTI) ના ભાવ 14.22 ટકા વધીને 52 અઠવાડિયાના રેકોર્ડ $92.53 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આ દરમિયાન યુએસ ક્રૂડ ઓઇલ 12.21 ટકા વધીને બેરલ દીઠ $90.90 પર બંધ થયું. નિષ્ણાંતો આગામી દિવસોમાં યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થવાની આગાહી કરે છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.16 |
| ભાવનગર | 95.93 | 91.60 |
| ગાંધીનગર | 94.95 | 90.63 |
| રાજકોટ | 94.78 | 90.47 |
| વડોદરા | 94.53 | 90.20 |
| સુરત | 94.75 | 90.44 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
