પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે

Published: March 7, 2026 | Category: India National


Gurmeet Ram Rahim: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે હાઈકોર્ટે વર્ષ 2002ના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. જાન્યુઆરી 2019માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આ મામલામાં રામ રહીમ અને અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે નીચલી અદાલતના આ ચુકાદાને રદ ઠેરવ્યો છે.

 હાઈકોર્ટે પુરાવાના અભાવે ગુરમીત રામ રહીમને મુક્ત કર્યા

આ કેસની વિગત મુજબ ઓક્ટોબર 2002માં સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના અખબાર ‘પૂરા સચ’માં ડેરાની અંદર થતી શંકાસ્પદ પ્રવૃત્તિ અને સાધ્વીઓના યૌન શોષણ અંગેના અહેવાલો પ્રકાશિત કર્યા હતા.

Original Source: Read full article at source