Ahmedabad : અમદાવાદમાં બલોલનગર ચાર રસ્તા પાસે મારામારી, મામલો ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો

📅 Published: March 9, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં બલોલનગર વિસ્તારમાં સોમવારે સાંજે ફરી એક મારામારીની ઘટના સામે આવી છે. બલોલનગરના ચાર રસ્તા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં લોકો વચ્ચે ઉગ્ર વિવાદ દરમિયાન સામસામે પથ્થરમારો થયો હતો જેથી દોડધામ થઇ ગઇ હતી.

પોલીસ સ્થળ પર પહોંચી

સ્થાનિક રહેવાસીઓ અને લોકોની જાણકારી મળતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારીને ટોળાને કાબુમાં લીધું હતું

પોલીસે 5ની અટકાયત કરી

પોલીસે આ ઘટનામાં સામેલ 5 થી વધુ લોકોની અટકાયત કરી હતી અને તેમની કડક પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો—-    Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *