સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPL 2026 પહેલા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તે આગામી સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવે છે. તેને રાજસ્થાન રોયલ્સ સાથેના તેના પહેલા ટ્રેનિંગ સેશનમાં જોરદાર છગ્ગા ફટકાર્યા.
CSKથી RR માં જોડાયો રવિન્દ્ર જાડેજા
IPL 2026ના ઓક્શન પહેલા રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સ સાથે 14 કરોડ રૂપિયામાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમે આગામી સિઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી, ત્યારે રવિન્દ્ર જાડેજા પહેલીવાર રાજસ્થાનના ખેલાડીઓ સાથે નેટ્સમાં આવ્યો. તે તેની ટ્રેનિંગ કિટ, પિંક હેલ્મેટ અને પિંક પેડ પહેરેલો જોવા મળ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ છગ્ગાનો કર્યો વરસાદ
લેફ્ટ હેન્ડના આ બેટ્સમેનને શક્તિશાળી સિક્સ મારતો જોવા મળ્યો અને તે બેટથી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. તેને બેટનો સંપૂર્ણ ફેસ બતાવ્યો અને કેટલાક શક્તિશાળી શોટ ફટકાર્યા, જેમાં લોંગ ઓફ અને લોંગ ઓન પર છગ્ગા ફટકાર્યા. તેને કહ્યું કે “રાજસ્થાન રોયલ્સ કેમ્પ સાથે પહેલો દિવસ. ખૂબ સરસ અનુભવ થઈ રહ્યો છે. આજે ઘણા સમય પછી કેટલાક શોટ માર્યા, અને હજુ ઘણું બધું આવવાનું બાકી છે.”
રાજસ્થાન રોયલ્સની પહેલી મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સે વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનના બદલામાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સને સોંપ્યા. રાજસ્થાન રોયલ્સ સોમવાર 30 માર્ચે ગુવાહાટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. શેડ્યૂલના પહેલા ફેઝમાં તેમની અન્ય મેચોમાં ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી સામેની મેચોનો સમાવેશ થાય છે.
રાજસ્થાન રોયલ્સ સંપૂર્ણ ટીમ
રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડોનોવન ફરેરા, સંદીપ શર્મા, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યુધવીર સિંહ ચરક, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્વેન મફાકા, નાંદ્રે બર્ગર, રવિ બિશ્નોઈ, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, રવિ સિંહ, અમન રાવ, બ્રૃજેશ શર્મા, એડમ મિલ્ને અને કુલદીપ સેન.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
