Ahmedabad: AMTS બસમાં અચાનક આગ ભભૂકી, બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે AMTS બસમાં આગ લાગવાની એક ભયાનક ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

અમદાવાદમાં AMTS બસમાં આગ

મળતી માહિતી મુજબ, વહેલી સવારે જ્યારે AMTS બસ પોતાના રૂટ પર જઈ રહી હતી, ત્યારે અચાનક બસના એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસને તાત્કાલિક સાઈડ પર ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં જ એન્જિનમાંથી નીકળતા ધુમાડાએ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ

આગની જાણ થતા જ બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, થોડી જ વારમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લેતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Vadodara: કાકા સાહેબ ટેકરા પાસે GISF કર્મચારીએ ચલાવી ગોળી, બંદૂક અને કારતૂસ સાથે પોલીસે ઝડપી લીધો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *