
LPG supply crisis India : પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે દેશમાં રાંધણ ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની અછતને પહોંચી વળવા અને ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોલસો, કેરોસીન અને બાયોમાસ જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
ઉદ્યોગો LPG ના બદલે કોલસા, કેરોસીનથી કામ ચલાવો
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે LPG પરનું દબાણ ઘટાડવા માટે આ પગલાં લેવાયા છે. પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી છે કે, એક મહિના સુધી હૉસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં બાયોમાસ, RDF પેલેટ્સ, કેરોસીન અને કોલસાનો ઉપયોગ કરવા દેવામાં આવે.
