LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


India Commercial Cylinder Crisis : ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત આપી છે. સરકારના નિર્ણય મુજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાયમાંથી 20 ટકા ક્વોટા નિર્ધારીત કરાયો છે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોમર્શિયલ LPGની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે. આ ઉપરાંત એલપીજીની કટોકટીના કારણે હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રવાસન ઉદ્યોગ પર પડી રહેલી અસરો પર પણ ચર્ચા કરી છે. ત્યારબાદ 20 ટકા ક્વોટા નિર્ધારીત કરવાનો નિર્ણય લેવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *