Bavla: બાવળામાં હાઈવે પરની સાણંદ ચોકડી પર બાઈક ચાલકને બચાવવા જતા ST બસ ડિવાઈડર પર આરૂઢ

📅 Published: March 14, 2026 | 📂 Category: gujarat-news

બાવળા પાસેના નેશનલ હાઈવે પરની સાણંદ ચોકડી પાસે બાવળા એસટી સ્ટેન્ડમાંથી 20 મુસાફરોને લઈ સાંજના સમયે અમદાવાદ તરફ જવા નીકળેલી એસટી બસને અકસ્માત નડયો હતો. બસ શહેરના રોડ પરથી હાઈવે પર જતા અચાનક સામેથી ધસી આવેલા એક બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસના ચાલકે પોતાની સૂઝબૂઝથી બસને ડિવાઇડર પર ચડાવી દીધી હતી. બનાવમાં બસમાં સવાર 20 મુસાફરો અને બાઇક ચાલકનો પણ બચાવ થયો હતો. વાહનવ્યવહારથી સતત ધમધમતા રહેતાં સદર રસ્તા પર ટ્રાફીક સિગ્નલ ના હોવાથી અવારનવાર આ જગ્યા પર ચોકડીના કારણે અકસ્માતના બનાવ વધી રહ્યા છે. આ ઉપરાંત એસટી બસની હાલત જોતા તેનો કાચ તૂટેલો હતો અને હેડલાઇટ પણ ઝાંખી હોવાનું ડ્રાઇવર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *