Surat News: ચાર મહિનાની બાળકીને 24 કલાકમાં જ પોલીસે કિડનેપરોની ચૂંગાલમાંથી છોડાવી

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

સુરતના નાનપુરા વિસ્તારમાં 4 મહિનાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સુરત પોલીસે 150 જેટલા પોલીસ કર્મીઓની ટીમ બનાવી CCTV ચેક કરી બાળકીને બારડોલીથી હેમ ખેમ શોધી કીડનેપરોની ચુંગાલમાંથી માત્ર 24 કલાકની અંદર મુક્ત કરાવી હતી. પોલીસે પતિ પત્ની સહીત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ભીખ મંગાવવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે 1500 જેટલા CCTV તપાસ્યા હતા

સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર ચાર મહિનાની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઇ હતી. સુરતની અઠવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસ જોડાઈ હતી. જ્યાં માતાની ફરિયાદના આધારે તે સૂતી હતી ત્યાં બાજુમાં ફૂટપાથ પર બાળકીને પણ સુવડાવી હતી. ત્યારે અચાનક બાળકી ગાયબ થઇ ગઈ હતી જ્યાં માતાએ અઠવાલાઈન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ 1500 જેટલા CCTV તપાસ્યા હતા. જ્યાં આ અપહરણ કરતા મહિલા કેદ થઇ હતી.

આરોપી સુરતમાં ભિક્ષા વૃત્તિનું કામ કરે છે

મહિલા એટલી શાતિર હતી કે તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા ત્રણ અલગ અલગ રીક્ષા બદલી હતી અને બાદમાં ટ્રેનમાં બેસી બારડોલી પહોંચી ગઈ હતી. પોલીસે CCTVના આધારે તેને ટ્રેક કરી બારડોલી રેલવે પોલીસને માહિતી આપી હતી. બારડોલી રેલવે પોલીસ અને સુરત પોલીસે આ આરોપી સુધી પહોંચીને બાળકીને અપહરણકર્તાની ચૂંગાલ માંથી મુક્ત કરાવી હતી.પોલીસે બને આરોપીની પૂછપરછ કરતા ચોંકવનારી હકીકત સામે આવી હતી. આ બાળકીનું અપહરણ એટલા માટે કર્યું હતું કે તે તેની પાસે ભીખ માંગવાનો ધંધો કરવી શકે. આરોપી પતિ પત્ની છે અને તેઓ સુરતમાં ભિક્ષાવૃર્તીઓનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.આરોપી પતિ પત્નીનું નામ મીના વસાવા અને સુનિલ વસાવા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *