આ અત્યાધુનિક લોન્ડ્રી લાંબા અંતરની ટ્રેનોમાં એસી શ્રેણીના મુસાફરોને આપવામાં આવતા બેડરોલની ધોલાઈ, સફાઈ અને પ્રબંધનને વૈજ્ઞાનિક તથા સ્વચાલિત ટેકનોલોજી દ્વારા સુનિશ્ચિત કરે છે.
કાંકરિયામાં છે લોન્ડ્રી
•ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા વર્ષ 2022-23 દરમિયાન 67 મિકેનાઇઝ્ડ લોન્ડ્રીમાંથી નિરીક્ષણ માટે પસંદ કરાયેલી 19 લોન્ડ્રીમાં કાંકરિયા લોન્ડ્રીને સૌથી કિફાયતી, કુશળ અને પર્યાવરણ અનુકૂળ હોવાનું જણાયું.
•આશરે 1800 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ એકમમાંથી 1300 ચોરસ મીટર વિસ્તાર કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
•આ પ્રોજેક્ટની ધોલાઈ ક્ષમતા પ્રતિ શિફ્ટ 8 ટન (કુલ 16 ટન) છે, જ્યારે દરરોજ આશરે 19.5 ટન લિનેન (18 ટન બેડરોલ અને 1.5 ટન અન્ય કપડા)ની ધોલાઈ કરવામાં આવે છે.
•દરરોજ આશરે 43,000 બેડશીટની ધોલાઈ, 21000 તકિયાના કવર સહિત કુલ 72000 લીનેન ની ધોલાઈ કરવામાં આવે છે, જેના દ્વારા લગભગ 12 ટ્રેનો માટે બેડરોલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
•હાલમાં લિનેન ધોલાઈ માટેનો કરાર દર ₹16.65 પ્રતિ કિલોગ્રામ અથવા પ્રતિ બેડરોલ નક્કી કરવામાં આવ્યો છે અને આ એકમમાં અંદાજે 200 કર્મચારીઓ કાર્યરત છે.
•પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને થર્મિક ફ્લુઇડ બોઇલરમાં ઈંધણ તરીકે મગફળીની છાલ(Groundnut Shell) નો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે અને ઊર્જા કાર્યક્ષમતા વધે છે.
•લોન્ડ્રીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) દ્વારા ભૂગર્ભ જળને આરઓ સિસ્ટમથી શુદ્ધ કરીને ધોલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં દરરોજ આશરે 1,20,000 લીટર પાણીનો ઉપયોગ થાય છે.
•ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો
આ ઉપયોના પરિણામસ્વરૂપ
1-લિનેન સંબંધિત ફરિયાદોમાં લગભગ 40% નો ઘટાડો થયો છે.
2-ગંદા લિનેન સંબંધિત ફરિયાદોમાં લગભગ 34% નો ઘટાડો નોંધાયો છે.
ઉપલબ્ધ આંકડાઓ મુજબ
•2023 : 6075 લીનેન ફરિયાદો
•2024 : 5962 ફરિયાદો( 133 ફરિયાદો નો ઘટાડો,1.86% સુધારો)
•025: 3669 ફરિયાદો (2293 ફરિયાદોનો ઘટાડો, 38.46% સુધારો)
•ઉપરાંત વર્ષ 2024અને 2025માં મુસાફરી દરમ્યાન લિનેન ચોરી/ગુમ થવાની ઘટનાઓને કારણે અંદાજે ₹4.21 કરોડનું નુકસાન નોંધાયું હતું.
મુસાફરોના અનુભવને વધુ સારો બનાવવા માટે લેવામાં આવેલા પગલાં
•Comprehensive Linen Management System અમલમાં મૂકીને લિનેનની ધોલાઈ, અને વિતરણની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવી બનાવવામાં આવી છે.
•જૂના અને ઘસાઈ ગયેલા લિનેનને નિયમિત રીતે બદલીને લિનેનની ગુણવત્તા અને સ્વચ્છતા ધોરણોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
•વર્ષ 2024માં અંદાજે 23% લિનેન 2 વર્ષ થી વધુ જૂન હતા, તેને લક્ષ્ય મુજબ ઘટાડીને હવે ૦% કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે અમદાવાદ મંડળમાં હાલમાં બે વર્ષથી વધુ જુના કોઈ પણ લીનેન આપવામાં આવતું નથી. AC કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે, જેથી મુસાફરો સાથે શિસ્તબદ્ધ અને જવાબદાર વર્તન સુનિશ્ચિત કરી શકાય. સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને Masked Reservation Chart ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોની ગોપનીયતા જાળવી રાખતાં તેમની સુવિધાના સ્તરમાં સુધારો કરી શકાય.
•તમામ AC કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેથી શિસ્ત અને સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે છે.
•તમામ AC કોચ એટેન્ડન્ટ્સ માટે પ્રસ્થાન અને આગમન સમયે 100% બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે, જેથી શિસ્ત અને સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે.
•અમદાવાદ મંડળે પ્રાયોગિક ધોરણે ગુજરાત મેલ એક્સપ્રેસમાં બ્લેન્કેટ કવર આપવાની શરૂઆત કરી છે, જેને મુસાફરો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Patan News : સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આવ્યો અંત, ચૌધરી સમાજે બેઠક કર્યા બાદ કિંજલને પરિવારને સોંપવામાં આવી
https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-news-singer-kinjal-rabaris-love-marriage-came-to-an-end-kinjal-was-handed-over-to-the-family-after-the-chaudhary-community-held-a-meeting
