ઈરાન જતા રહો…' કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – 'આ દેશ કોઈના બાપનો નથી…'

📅 Published: March 14, 2026 | 📂 Category: India National


Asaduddin Owaisi On Sambhal CO: ઉત્તર પ્રદેશના સંભલમાં તહેનાત CO કુલદીપ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જુમ્માની નમાઝ (શુક્રવારની નમાઝ) અંગે કડક સૂચનાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો ઈરાનના સમર્થનમાં પ્રોટેસ્ટ કરશે અથવા રસ્તા અરાજકતા ફેલાવશે તેમનો પોલીસ ‘યોગ્ય ઈલાજ’ કરશે. જે લોકો ઈરાન માટે દુ:ખી થઈ રહ્યા છે તેમણે સીધા ઈરાન જતું રહેવું જોઈએ. હાલમાં CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ COના નિવેદનની આકરી ટીકા કરી અને તેમના પર ભડક્યાં છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *