
US-Israel Iran War: બ્રિક્સ (BRICS)ના મંચ પર આ સમયે જબરદસ્ત રાજદ્વારી ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ ઈરાન છે, જે બ્રિક્સનું નવું સભ્ય બન્યા બાદ ભારત અને અન્ય દેશો પાસેથી મજબૂત સમર્થનની આશા રાખીને બેઠું છે, તો બીજી તરફ ભારત સામે એક એવું ધર્મસંકટ ઊભું થયું છે જેણે દિલ્હીનું ટેન્શન વધારી દીધું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને બ્રિક્સ દેશો કોઈ એક નિર્ણય પર પહોંચે તે અશક્ય લાગી રહ્યું છે. ઈરાન ઈચ્છે છે કે બ્રિક્સ તેની સાથે ઊભું રહે, પરંતુ ભારતે કહ્યું છે કે ‘પ્રયાસ તો પૂરો છે, પણ રસ્તો આસાન નથી.’ આખરે એક મોટો સવાલ એ છે કે એવી કઈ અડચણ છે જે બ્રિક્સને એક થતા રોકી રહી છે?
કેમ એક નથી થઈ શકતા બ્રિક્સ દેશો?
