Ahmedabad News : અમદાવાદના રસ્તાઓ પર દોડતી લાલ બસના બ્રેકડાઉન વધ્યા, કરોડોના બજેટ છતાં AMTS બસોમાં સર્વિસનો અભાવ

📅 Published: March 15, 2026 | 📂 Category: gujarat-news

શહેરીજનોને સારી બસ સેવા પૂરી પાડવાના નામે એએમટીએસનું ખાનગીકરણ કરાયું છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન એએમટીએસમાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા દોડાવવામાં આવતી બસોમાં બેકડાઉનનું પ્રમાણ વધી ગયું હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં એએમટીએસની બસોમાં ૭૭,૪૬૦ બ્રેકડાઉન જોવા મળ્યું છે.

એએમટીએસ બસો માટે અલગથી બજેટ ફળવાય છે

એએમટીએસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં બસોની નિયમિત સર્વિસ થતી નથી. યોગ્ય રીતે મેઈન્ટેનન્સ નહીં થવાને કારણે વારંવાર સર્જાતા બ્રેકડાઉનથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં ૩,૯૪૭, ૨૦૨૨માં ૧૧,૯૪૦, ૨૦૨૩માં ૧૮,૩૫૨, ૨૦૨૪માં ૧૮,૭૪૨, ૨૦૨૫માં જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક ૧૧૯૮ લેવાની માંગણી કરવામાં આવી છે.

બસો રસ્તા પર ખોટવાઈ જવાને કારણે પ્રવાસીઓ સતત પરેશાન થાય છે

૨૨,૫૦૭ અને ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૧.૯૭૨ બેકડાઉન નોંધાયા છે. આ પરિસ્થિતિ વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું છે કે, એએમટીએસનું ખાનગીકરણ કરવામાં આવ્યા પછી પણ શહેરીજનોને સારી બસ સુવિધા મળી રહી નથી. એએમસી દ્વારા ખાનગી બસન કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવે છે, તેમ છતાં બસોના નિભાવ, દેખરેખ અને રીપેરીંગમાં બેદરકારી રાખવામાં આવે છે. બસો રસ્તા પર ખોટવાઈ જવાને કારણે પ્રવાસીઓ સતત પરેશાન થાય છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરમાં શાકભાજીની આવક ઘટતા ભાવામાં આવ્યો ઉછાળો, લીંબુમાં ભાવ આસમાને પહોંચ્યાં

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *