Surat News : ગુજરાત હાઈકોર્ટની સુરત પોલીસ સામે લાલ આંખ, ઠગાઈ અને એટ્રોસિટી એકટના ગુનામાં આરોપીની ધરપકડ વિના ચાર્જશીટ ફાઈલ કરાઈ

📅 Published: March 15, 2026 | 📂 Category: gujarat-news

આ અંગે હાઈકોર્ટમાં થયેલી સ્પેશ્યલ પીટિશનમાં સુરત પોલીસ કમિશનરને તપાસનો હુકમ કરાયો છે. આ કેસની વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતા એક યુવકએ વેસુના ઋષિવિહાર હાઇટ્સમાં રહેતા હર્ષિત સંજય જૈન તેમજ સંજય મદનલાલ જૈન અને રેખાબેન સંજયભાઈ જૈનની સામે ઠગાઈ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ ખટોદરા પોલીસમાં આપી હતી.

અઠવાડિયામાં તપાસ કરવા સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો હતો

આ કેસમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ કરી ન હતી અને મુદ્દામાલ પણ રીકવર કર્યો ન હતો. સમયમર્યાદા પૂર્ણ થતાં જ પોલીસે અધૂરી તપાસના આધારે ચાર્જશીટ કરી દેવાઈ હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરીને જવાબદાર આરોપીઓ તેમજ અધૂરી તપાસ કરનારા અધિકારીની સામે પગલા લેવા જણાવાયું હતું. પરંતુ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે ફરિયાદીએ એડવોકેટ અશ્વિન જે. જોગડીયા અને હાઇકોર્ટના વકીલ રાજેન જાદવ મારફતે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ સમગ્ર કેસ અંગે અઠવાડિયામાં તપાસ કરવા સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો હતો.

આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં હોટલોમાં LPG ગેસને લઈ પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *