પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ

📅 Published: March 15, 2026 | 📂 Category: India National


Election 2026 : ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજ્ઞાન ભવન ખાતે આજે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંપૂર્ણ વિગતો આપશે.

આદર્શ આચારસંહિતા થશે લાગુ

ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં ‘આદર્શ ચૂંટણી આચારસંહિતા’ (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. આ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *