70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી

📅 Published: March 15, 2026 | 📂 Category: India National


– ડિજિટલ એરેસ્ટના બહાને ડરાવી લૂંટ ચલાવાઇઃસીબીઆઇની એફઆઇઆર 

– એક જ મોડસ ઓપરન્ડી અજમાવી બંને મહિલા સિનિયર સિટિઝન્સને છેતરી કરોડો રૂપિયા પડાવી લેવાયા, એક મહિલાએ તો ઘર પણ વેચી માર્યું  

નવી દિલ્હી : નવી દિલ્હીમાં બનેલી ડિજિટલ એરેસ્ટ દ્વારા છેતરપિંડીની બે ઘટનામાં વિડિયો  કોલ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સ મહિલાઓને ડરાવી તેમની પાસેથી કુલ ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ લૂંટી લેવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા આ મામલે એફઆઇઆર નોંધી તપાસ કરવામાં આવતાં બંને વૃદ્ધાઓ સાથે થયેલી છેતરપિંડીની વિગતો બહાર આવી હતી. 

પહેલા કેસમાં ૭૩ વર્ષના એક નિવૃત્ત  મહિલા પ્રોફેસર પાસેથી ૧૧ કરોડ રૂપિયાથી વધારે રકમની ઠગાઇ કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *