વિરમગામ તાલુકામાં નળકાંઠા વિસ્તારના શાહપુરમાં શનિવારે હિન્દુ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટય કરાયું હતુ.સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધૂન સત્સંગ કરાયો હતો. ઓળકના રાધેશ્યામ બાપુએ શનિવારે હનુમાન ચાલીસા અને મહિલા મંડળોને અગિયારસના દિવસે સત્સંગ કરવા જણાવ્યુ હતું. વધુમાં બાપુએ જ્ઞાતિ જાતિના વાડાઓ ભૂલીને સૌ હિંદુ ભાઈ બહેનોને એક થવા માટે હાકલ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ સંમેલનમાં મુખ્ય વક્તા નીલકંઠભાઇ વાસુકિયા દ્વારા સનાતન હિન્દુ ધર્મ, નળકાંઠાનો સ્થાનિક ગૌરવશાળી ઇતિહાસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપ્યુ હતુ.
Viramgam: નળકાંઠાના શાહપુરમાં હિન્દુ સંમેલન યોજાયું
📅 Published: March 15, 2026 |
📂 Category: gujarat-news
