Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો

📅 Published: March 16, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક એવો ઈ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે. બાઈક ચાલકને હેલ્મેટ હોવા છતાં 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને સરકારની સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે.

સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું દેખાય છે

અમદાવાદમાં એક બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને 500 રૂપિયાનો ઈ મેમો ફટકારવામાં આવતાં ટ્રાફિક પોલીસ અને સરકારની આધુનિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. આ પોલીસની બેદરકારી છે કે ટેકનિકલ ભૂલ છે તે અંગે અનેક સવાલો સામે આવી રહ્યાં છે.

હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો

સીસીટીવીમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે તે છતાંય હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો છે. લોકોએ નિયમોનું પાલન કરનારા નાગરિકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વાહન ચાલકે પુરાવા સાથે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે. આ ઈ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઈમેમોની પુશ્ટી નથી કરતું. આ ટેકનિકલ ભૂલ અથવા તો પોલીસ કર્મચારીઓની બેદરકારીને કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે. તેનો જવાબ આપવા માટે કોઈની પાસે શબ્દો જ નથી. ટ્રાફિક પોલીસ ડ્રાઈવના નામે ટ્રાફિક સંચાલન તો દૂરની વાત છે પણ દંડનીય કાર્યવાહી કરવામાં વધારે માને છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News : પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું, રબારી સમાજના આગેવાન શબ્દો પર અડગ રહેજો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *