
Image Source: Twitter
Tamil Nadu Assembly Election Opinion Poll: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આવેલા પ્રથમ ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઓપિનિયન પોલમાં સત્તારુઢ પાર્ટીનું પત્તુ સાફ થતું નજર આવી રહ્યું છે. જ્યારે NDA ફરી એકવાર સત્તામાં વાપસી કરતી દેખાઈ રહી છે. મેટ્રાઈઝ-IANS દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે સત્તારુઢ DMK અને તેના સાથીઓને 104 થી 114 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે AIADMK ના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહેલા NDA, જેમાં ભાજપ પણ સામેલ છે, તે આ ચૂંટણીમાં લગભગ 114 થી 127 બેઠકો પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે.
