
Bihar Rajya Sabha Cross Voting: બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે, છેલ્લી ક્ષણ સુધી ગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા ન હોતા. બીજી તરફ, સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈને મતદાન કર્યું છે, જેના કારણે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારની જીત હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
કોંગ્રેસ અને RJDના 4 ધારાસભ્યોએ કરી રાજરમત
ચૂંટણીના પરિણામો પહેલા જ મહાગઠબંધન માટે આંકડાકીય રમત બગડી ગઈ છે.
