Ahmedabad News: સરદારનગરમાં લુખ્ખા તત્વોએ હથિયારો સાથે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સબ સલામત હોવાના દાવા વચ્ચે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. બેફામ બનેલા લુખ્ખા તત્વો હથિયારો સાથે લોકોના ઘરમાં ઘૂસીને હુમલા કરી રહ્યાં છે. તે છતાંય એવું કહેવાય છે કે અમદાવાદનો ક્રાઈમ રેટ કાબુમાં છે. શહેરના સરદારનગરમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુનેગારો સતત પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે.

સરદારનગરમાં અસામાજિક તત્વોનો આંતક

અમદાવાદના સરદારનગરમાં ક્રિકેટ બુકીઓની તકરારમાં લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં. હુમલો કરનાર ટોળકી પર અનેક ફરિયાદો થઈ હોવાની ચર્ચાઓ છે. પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી હુમલો કરનારા ગુનેગારોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

ટોળકી બેખોફ બની લોકોને પરેશાન કરી રહી છે

હરેશ ઉર્ફે હારૂ અને તેના સાગરીતો એ હુમલો કર્યાની ફરિયાદ પોલીસે દાખલ કરી છે. ટોળકીએ હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી ઘર પર હુમલો કર્યો હતો. સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી આ ટોળકી બેખોફ બની લોકોને પરેશાન કરી રહી છે. પોલીસે હુમલાખોર ટોળકી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat News: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થયેલું નંદાદેવી જહાજ વાડીનાર પહોંચ્યું, આજે અનલોડ થશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *