Ahmedabad : છેલ્લા 3 વર્ષમાં 24 ગર્ભપાતના કેસોમાં હાઇકોર્ટની મંજૂરી, વધુ એક 16 વર્ષની સગીરાને પણ મંજૂરી

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષની સગીરાને ગર્ભપાત કરાવા માટે મંજૂરી આપી છે. આ કેસમાં ગર્ભ 16 સપ્તાહનો હતો અને સગીરાને દુષ્કર્મ પીડિતાના હકમાં રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય યુવતીના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સિનિયર ડોક્ટરોની પેનલ દેખરેખ રાખશે

સૂત્રો મુજબ, ગર્ભપાત પ્રક્રિયામાં સિનિયર ડોક્ટરોની પેનલ દેખરેખ રાખશે, જેથી સારવાર સુરક્ષિત અને કાયદેસરની પદ્ધતિ મુજબ થાય.

છેલ્લા 3 વર્ષમાં 24 સમાન પ્રકારના કેસોમાં પણ ગર્ભપાત માટે મંજૂરી

હાઈકોર્ટના આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં છેલ્લા 3 વર્ષમાં 24 સમાન પ્રકારના કેસોમાં પણ ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હોવાનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો—     Gandhinagar : સરકાર આગામી 24 કે 25 માર્ચે વિધાનસભામાં લાવશે UCC વિધેયક, UCC કમિટી રિપોર્ટ સ્વીકારાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *