અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક પરિવાર પર હિંસક હુમલાનો બનાવ સામે આવ્યો છે. જાણવામાં આવ્યું છે કે દંપતી પર વીડિયો બનાવવાના મામલે હુમલો કરવામાં આવ્યો હતો.
પાઈપ વડે માર મારતા પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
માહિતી મુજબ, હુમલાખોરોએ લોખંડની પાઈપ વડે માર મારતા પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. હુમલામાં ઘરની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
આનંદનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ
આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ત્રણ શખ્સો સામે આરોપ મૂકવામાં આવ્યો છે, જેમણે આ હિંસક હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો— Gandhinagar : સરકાર આગામી 24 કે 25 માર્ચે વિધાનસભામાં લાવશે UCC વિધેયક, UCC કમિટી રિપોર્ટ સ્વીકારાયો
