દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ

📅 Published: March 18, 2026 | 📂 Category: India National


– મોટી વયના બાળક દત્તક લેનારી માતાઓને મેટરનિટી લીવ મળશે

– માત્ર ત્રણ માસથી ઓછી વયના બાળકને દત્તક લેવાય તો જ 12 સપ્તાહની રજા અન્યથા નહીં આ ભેદભાવ છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે માતૃત્વને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે દત્તક લીધેલ બાળક અને પોતાના જન્મેલા બાળક વચ્ચે કોઇ જ અંતર નથી, માટે દત્તક લીધેલ બાળકની માતા સાથે કાયદો ફેદભાવ ના કરી શકે, આ સાથે જો દત્તક લીધેલુ બાળક ત્રણ મહિનાથી વધુ સમયનું હોય તો દત્તક લેનારી માતાને માતૃત્વ માટે રજાથી વંચિત રાખવામાં આવતી જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યું હતું. અને જન્મ આપનારી માતા જેટલા જ હક દત્તક લેનારી માતાને આપ્યા હતા.  

હાલમાં નિયમો મુજબ કોઇ મહિલા ગર્ભવતી હોય તો તેને ૧૨ સપ્તાહનો માતૃત્વ અવકાશ કે રજાઓ મળે છે, જ્યારે જો કોઇ મહિલા ત્રણ મહિનાથી મોટું બાળક દત્તક લે તો તેને આ રજાઓ નથી મળતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *