Ahmedabad News : અમદાવાદમાં 'હેન્ડલૂમ એક્સપો 2026'નું રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

📅 Published: March 19, 2026 | 📂 Category: gujarat-news

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના ગ્રામીણ કસબીઓ અને નાના ઉદ્યોગકારો પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાદી અને કુટીર ઉદ્યોગો એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી ભવ્ય પરંપરા અને સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે.

મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા કટિબદ્ધ છે. ખાસ કરીને માનવ કલ્યાણ યોજના અને સ્વરોજગારના વિવિધ પ્રોજેક્ટ્સ થકી ગ્રામીણ યુવાનો અને બહેનોને પોતાના ગામમાં જ સન્માનજનક આજીવિકા મળે અને ગુજરાતનો હસ્તકલા વારસો વૈશ્વિક સ્તરે ચમકે તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી હતી અને તેમની કલાની વિશેષ પ્રશંસા કરી હતી.

તા. 24 માર્ચ 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ, એલિસબ્રિજ ખાતે ચાલુ રહેશે

વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત આ એક્સપોમાં દેશભરના કુશળ કારીગરો ભાગ લઈ રહ્યા છે, જેમાં કુલ 44 સ્ટોલ કાર્યરત છે. આ પ્રદર્શન આગામી તા. 24 માર્ચ 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ, એલિસબ્રિજ ખાતે ચાલુ રહેશે. આયોજકો દ્વારા શહેરના કલાપ્રેમી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ દેશના પરંપરાગત વણાટકામ અને હસ્તકલાના વારસાને જીવંત રાખવામાં સહભાગી બને. આ ગરિમામય ઉદ્ઘાટન પ્રસંગે ખાસ અતિથિ તરીકે ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેંશન કોટેજ, ગાંધીનગરના કાર્યકારી નિયામક ડૉ. એસ. જે. જોશી (IAS), નાયબ નિયામક મનોજ કુમાર અને ‘ટાંગલિયા’ હસ્તકળા માટે પદ્મશ્રી મેળવનાર લવજીભાઈ નાજભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Narmada News : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંગે વેબસાઈટ શરૂ કરાઈ, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે રહેશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *