Ahmedabad News : નકલી ચલણી નોટોના કેસમાં કોર્ટે સાત આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

📅 Published: March 20, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલી નકલી નોટો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રિઝર્વ બેંકની તપાસમાં આ નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. હવે આ નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે. કોર્ટે તમામ સાત આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 30 તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

નંબર બદલીને કરોડો રૂપિયાની નકલી નોટો છાપી

પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરતાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતાં. આરોપીઓએ 500 રૂપિયાના દરની ભારતીય ચલણી નોટને સ્કેન કરી તેને એડિટ કરી નોટના સિરિયલ નંબર બદલીને કરોડો રૂપિયાની નકલી નોટો છાપી હતી. આરોપી મુકેશ ઠુમ્મરના ઘરેથી ભારતીય ચલણની 500 રૂપિયાના દરની 5600 નકલી નોટો મળી આવી છે. આરોપીઓે સુરત નજીકના વિસ્તારમાં નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાની પણ શક્યતાઓ છે. આરોપી મુકેશ ઠુમ્મરે નોટો બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવ્યા હતાં.

આરોપીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા નથી

પોલીસે કહ્યું હતું કે, કઈ એપ્લિકેશન મારફતે આ કાગળો મંગાવ્યા તેની તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માગ કરાઈ છે. આરોપીઓના બેંક ખાતા અને વાર્ષિક રિટર્નની માહિતી મેળવી આવકના સ્ત્રોત બાબતે તપાસ કરવા અને કોઈ અપ્રમાણિત મિલકતો વસાવી છે કે કેમ તે અંગે તપાસની જરૂર છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર અને નોટ બનાવવાના કાગળો તથા અડધી છપાયેલી નકલી નોટો જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ એકબીજા સાથે 10 વર્ષથી સંપર્કમાં હતાં. આરોપીઓએ અઢીથી ત્રણ કરોડની કિંમતની ભારતીય ચલણની 500ના દરની નકલી બનાવટી નોટો બનાવી છે. આરોપીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા નથી.

આ  પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *