Suratના અડાજણમાં પોલીસનો સપાટો, 2.45 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી અટકાયત

📅 Published: March 19, 2026 | 📂 Category: gujarat-news

સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અડાજણ પોલીસે બાતમીના કરી કાર્યવાહી

અડાજણ પોલીસે આરોપી પાસેથી 2.45 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ.7,450 જેવી થાય છે. આ ઉપરાંત, પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.54,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

પોલીસે સપ્લાયર સુધી પહોંચવા તપાસ તેજ કરી

ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું જણાય છે. તે અગાઉ પણ સુરતના અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વારંવાર જેલની હવા ખાધા હોવા છતાં તેણે નશીલા પદાર્થોના વેચાણનો કાળો કારોબાર ચાલુ રાખ્યો હતો. હાલમાં પોલીસ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *