Indian Women Cricket Team કરશે વધુ એક દેશનો પ્રવાસ, વર્ષના અંતમાં સાઉથ આફ્રિકા સામે રમશે સિરીઝ

📅 Published: March 20, 2026 | 📂 Category: sports

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ વર્ષના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે સીરિઝ જાહેરાત કરી છે.આ પ્રવાસમાં ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ અને એક ટેસ્ટ મેચ રમાશે.આ એકમાત્ર ટેસ્ટ મેચ 20 થી 23 ડિસેમ્બર દરમિયાન ગકેબેરહામાં રમાશે.ODI સીરિઝની વાત કરીએ તો ત્રણેય મેચ ICC મહિલા ચેમ્પિયનશિપના ભાગ રૂપે રમાશે.આ ત્રણ મેચની ODI સીરિઝ 9 થી 15 ડિસેમ્બર દરમિયાન પોચેફસ્ટ્રોમ,બ્લૂમફોન્ટેન અને કેપટાઉનમાં રમાશે.

ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાનો કરશે પ્રવાસ

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થશે.ટીમ ઇન્ડિયા 6 ડિસેમ્બરે બેનોનીમાં દક્ષિણ આફ્રિકા ઇમર્જિંગ ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં કુલ ત્રણ ટેસ્ટ મેચ રમી છે, અને આ બંને ટીમો વચ્ચેનો ચોથો ટેસ્ટ મેચ હશે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આગામી ઉનાળાની સિઝન માટે એક વ્યાપક સમયપત્રક જાહેર કર્યું છે. ભારતનો આ પ્રવાસ તેમના સમયપત્રકનો પહેલો ભાગ હશે.

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ પણ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.

ભારતનો પ્રવાસ પૂર્ણ થયા પછી દક્ષિણ આફ્રિકાની ટીમ નવા વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ રમશે.ઓસ્ટ્રેલિયન ટીમ 18 માર્ચથી 11 એપ્રિલ 2027સુધી સંપૂર્ણ મલ્ટી-ફોર્મેટ સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય,ત્રણ ODI અને એક ટેસ્ટ મેચ રમાશે.T20I સીરિઝ કિમ્બર્લી બેનોની અને પૂર્વ લંડનમાં રમાશે.ત્યારબાદ ODI મેચ ગકેબેરહા,પાર્લ અને ડર્બનમાં રમાશે.ODI સીરિઝની અંતિમ મેચ બ્લેક ડે ODI તરીકે રમાશે.

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના CEO એ આ બે પ્રવાસો વિશે શું કહ્યું?

ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીઈઓ ફોલેત્સી મોસેકીએ જણાવ્યું હતું કે,અમને વિશ્વની બે શ્રેષ્ઠ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયાનું આયોજન કરવાનો આનંદ છે.આ ઘરેલું સિઝન દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે શાનદાર રહેવાની છે.આ પ્રવાસો આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.અને આ સીરિઝ ચાહકો માટે યાદગાર રહેશે.અમને આશા છે કે આ બધી સીરિઝ દરમિયાન ફેન્સ દક્ષિણ આફ્રિકાની ટીમને ટેકો આપવા માટે મેદાન પર પહોંચશે.

આ પણ  વાંચો- IPL 2026 : RRના કેપ્ટને કહ્યું – ‘વૈભવ સૂર્યવંશીથી દૂર રહો’, જાણો કારણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *