Surat News : સુરતમાં એમ્બ્રોડરી યુનિટમાં આગની ઘટનામાં વધુ 1 કારીગરનું મોત, અત્યાર સુધી 3 કારીગર મોતને ભેટયા

📅 Published: March 21, 2026 | 📂 Category: gujarat-news

દાઝેલા તમામ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જે પૈકી એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી આ ઘટનામાં મૃતાંક ત્રણ પર પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં મારુતિ ચોક પાસે આવેલ ભરતનગરમાં ગલી નંબર ૨, પ્લોટ નંબર ૪૬,૪૭માં ગ્રાઉન્ડ સહીત ત્રણ માળનું મકાન છે.

સંચા મશીન સહિતના કારખાના આવેલા છે

જેમાં દરેક માળ ઉપર અલગ અલગ એમ્બ્રોડરી, હોટફિકસ, સંચા મશીન સહિતના કારખાના આવેલા છે. મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે બનાવવામાં આવેલ પતરાના શેડની અંદર કારીગરોને રહેવા માટે રૂમો બનાવવામાં આવી હતી. ગુરુવારે વહેલી સવારે બે ગેસ સિલિન્ડરમાં ધડાકા બાદ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. બાદમાં આ આગ ત્રીજા માળ સુધી પહોંચી હતી. ત્રીજા માળની અગાસી ઉપર રહેતા ૧૩ કારીગરો ફસાઈ ગયા હતા. જે તમામને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા પરંતુ આગમાં દાઝી જવાથી અને ગૂંગળામણ થવાથી ૨૫ વર્ષીય હરિરામ અને ૩૬ વર્ષીય ઇબ્રાહિમ શેખના મોત નિપજ્યા હતા.

11 કારીગરોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જયારે બાકીના ૧૧ કારીગરોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચારથી સાડા ચાર કલાકની ભારે જહેતમ બાદ કાબુ કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઝેલા ૧૧ પૈકી ૪૬ વર્ષીય અજમલ શેખનું ગુરૂવારે મોડી રાત્રે મોત નિપજ્યું હતું. જેથી આગની ઘટનામાં મૃતાંક વધુ ત્રણ પર પહોંચ્યો છે. હજુ ૧૦ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક અજમલ જે મકાનમાં ઘટના બની ત્યાં સિલાઈનું કામ કરતો હતો, તેને ત્રણ સંતાન છે.

આ પણ વાંચો : Gandhinagar News : મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર, વોટ્સએપ, મિસ્ડકોલ, SMS, ઓનલાઇન બુકિંગ અને સ્માર્ટફોન એપથી થશે બુકિંગ

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *