
ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સુપ્રીમનો નિર્ણય
નક્કર કારણો વગર સુનાવણી નહીં ટાળી શકાય, રેગ્યુલર મામલાઓ માટેના નિયમો વધુ આકરા બનાવાયા
નવી દિલ્હી: કોર્ટ કેસોમાં વારંવાર તારીખો પડવાનું હવે બંધ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કેસોની સુનાવણી ટાળવાના નિયણો કડક બનાવતા સ્પષ્ટચા કરી છે કે હવે તારીખ પે તારીખનો સમય ખતમ થશે, માત્ર અત્યંત જરૂરી સંજોગોમાં જ સુનાવણી ટાળી શકાશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮ માર્ચના જાહેર કરાયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના આદેશના સ્થાને નવો નિયમ લાગુ કરવામાં આવશે.
