
PM Modi Talk With Iran President: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન PM મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારોનો પવિત્ર સમય પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.
