
Strait of Hormuz: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી ખાસ કરીને ભારત-ચીન સહિતના એશિયાના દેશો તેમજ યુરોપના દેશોમાં જતો તેલ-ગેસનો પુરવઠો ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે ખાડી દેશોના તેલ અને ગેસની દુનિયામાં સૌથી વધુ સપ્લાઈ થાય છે. ઘેરાયેલા સંકટ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે અન્ય સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી સ્પષ્ટ સંકેત છે કે ભારત હવે માત્ર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અથવા ખાડી દેશો પર નિર્ભર નથી.
ભારતે અંગોલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યું
રોયટર્સના દાવા મુજબ, ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ ટેન્ડર દ્વારા અંગોલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યું છે.
