Ravindra Jadejaના થ્રોએ સ્ટમ્પના કર્યા ટુકડા, RRના ટ્રેનિંગ કેમ્પનો વાયરલ થયો VIDEO

📅 Published: March 21, 2026 | 📂 Category: sports

રાજસ્થાન રોયલ્સ ટીમ 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા સખત મહેનત કરી રહી છે. ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પમાં જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. ફ્રેન્ચાઈઝીએ તેમના ખેલાડીઓના ટ્રેનિંગ કેમ્પના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આ દરમિયાન રાજસ્થાનના ટ્રેનિંગ કેમ્પમાંથી રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે તેના રોકેટ થ્રોથી મિડલ સ્ટમ્પને 2 ભાગમાં તોડતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાનો વીડિયો શેર કર્યો

રાજસ્થાન રોયલ્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રવિન્દ્ર જાડેજા બોલ પકડવા માટે દોડે છે અને પછી સીધો મિડલ સ્ટમ્પ પર ફેંકે છે. તેના થ્રોથી મિડલ સ્ટમ્પ બે ભાગમાં તૂટી જાય છે. રવિન્દ્ર જાડેજા 37 વર્ષનો છે, પરંતુ આ ઉંમરે પણ તે ફિલ્ડિંગ કરતી વખતે ખૂબ જ એક્ટિવ રહે છે. તેને વિશ્વના બેસ્ટ ફિલ્ડરોમાંનો એક માનવામાં આવે છે.

રવિન્દ્ર જાડેજાને CSKથી રાજસ્થાન રોયલ્સ સાથે કરવામાં આવ્યો ટ્રેડ

રવિન્દ્ર જાડેજા ભારતનો વર્તમાન નંબર વન ફિલ્ડર પણ છે. પરંતુ તે હવે ટીમ ઈન્ડિયા માટે ફક્ત ODI અને ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. આ સ્ટાર ઓલરાઉન્ડર હવે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. RRએ તેને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રવિન્દ્ર જાડેજા 12 વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો મુખ્ય સભ્ય હતો, અને તેને આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ માટે સારું પ્રદર્શન કર્યું.

રવિન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સાથે IPL કરિયરની કરી હતી શરૂઆત

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ પોતાનું આઈપીએલ કરિયર રાજસ્થાન રોયલ્સથી શરૂ કર્યું હતું. શેન વોર્નની કેપ્ટનશીપ હેઠળ તે 2008ના આઈપીએલ ચેમ્પિયનનો મુખ્ય ભાગ હતો. હવે તે ફરી એકવાર તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝી માટે રમશે. આઈપીએલ 2026માં રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ માટે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *