છેલ્લી બે સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ લાઈન-અપ IPLમાં સૌથી વિસ્ફોટક સાબિત થઈ છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને ઈશાન કિશન જેવા બેટ્સમેનોએ ટીમને ઘણી વખત 300 રનની નજીક પહોંચવામાં મદદ કરી છે.
પરંતુ ટીમને ટાઈટલ માટે સફળતા મળી નથી, અને SRH આ સીઝનમાં તે હાંસલ કરવાનો ટાર્ગેટ રાખશે. તે થશે કે નહીં તે સીઝન શરૂ થયા પછી જ ખબર પડશે, પરંતુ તે પહેલાં પણ એ સ્પષ્ટ છે કે SRH એ વધુ એક વિસ્ફોટક બેટ્સમેન સામેલ કર્યો છે, જેને પ્રેક્ટિસ મેચમાં બોલરોને હેરાન કર્યા હતા.
હૈદરાબાદમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લા કેટલાક દિવસોથી તૈયારી કરી રહેલી SRH એ 21 માર્ચે પોતાની પહેલી ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી હતી જેથી તેના ખેલાડીઓને મેચ માટે તૈયાર પ્રેક્ટિસ કરવાની તક મળી શકે. અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી, 94 રન બનાવ્યા. હેનરિક ક્લાસેને ધમાકેદાર સ્કોર બનાવ્યો, જ્યારે ઈશાન કિશન નિષ્ફળ ગયો. પરંતુ આ અગ્રણી સ્ટાર્સ સિવાય 23 વર્ષના બેટ્સમેન સલિલ અરોરાએ પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું.
સલિલ અરોરાની વિસ્ફોટક બેટિંગ
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સલીલે પ્રેક્ટિસ મેચ દરમિયાન IPLમાં પોતાના તોફાનની ઝલક આપી હતી. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની ઈનિંગ પછી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવતા સલીલે બોલરોને હેરાન કર્યા અને માત્ર 16 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ બરાબર 300 હતો. તે 17માં બોલ પર આઉટ થયો હતો, જે ઈનિંગનો છેલ્લો બોલ હતો.
સલીલે પોતાની ઈનિંગ દરમિયાન સતત 5 બોલમાં 5 છગ્ગા ફટકાર્યા. પહેલા તેને જયદેવ ઉનડકટની ઓવરના છેલ્લા 2 બોલમાં છગ્ગા ફટકાર્યા. પછી બીજી ઓવરમાં સ્ટ્રાઈક પર આવતાની સાથે જ તેને સતત 3 છગ્ગા ફટકાર્યા. આનાથી બેટ્સમેનોને 20 ઓવરમાં 240 રનનો સ્કોર પાર કરવામાં મદદ મળી.
મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારી સદી
આ ઈનિંગ સાથે રાઈટ હેન્ડના બેટ્સમેને ટીમ મેનેજમેન્ટ સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો છે. તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે કે નહીં તે સીઝન શરૂ થયા પછી જ ખબર પડશે. સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે રમતા સલિલ અરોરાને ઓક્શનમાં SRHએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જે તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા કરતા પાંચ ગણી વધારે છે. ઓક્શન પહેલા સલીલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 45 બોલમાં 125 રન ફટકારીને પ્રશંસા મેળવી હતી.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
