IPL પહેલા મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી? હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ છોડવાની આપી સલાહ!

📅 Published: March 22, 2026 | 📂 Category: sports

IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશીપને લઈને ફરી એકવાર ચર્ચા તેજ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે હાર્દિક પંડ્યાએ IPL 2026માં કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ અને ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવને સોંપવું જોઈએ.

શું છે સમગ્ર મામલો?

હાર્દિક પંડ્યાને IPL 2024 માટે ગુજરાત ટાઈટન્સથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેતા તેને તાત્કાલિક કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ફેન્સ રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

કેપ્ટનશીપમાં હાર્દિકનું પ્રદર્શન કેવું રહ્યું?

હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

IPL 2024: ટીમ 10મા સ્થાને રહી

IPL 2025: ટીમ ચોથા સ્થાને પહોંચી

એનો અર્થ એ થયો કે ટીમે ચોક્કસપણે વાપસી કરી, પરંતુ તેમ છતાં તે ટ્રોફીથી દૂર રહી.

શ્રીકાંતે શું કહ્યું?

શ્રીકાંત માને છે કે ટીમ પાસે પહેલાથી જ 2 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન છે, તેથી હાર્દિકે મોટું દિલ બતાવવું જોઈએ. તેને કહ્યું કે “આ થોડી વિચિત્ર પરિસ્થિતિ છે. હાર્દિકે પોતે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો છે . આ પરિસ્થિતિમાં તેને કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ અને સૂર્યકુમારને ટીમની કેપ્ટનશીપ કરવા કહેવું જોઈએ, અને તેઓ તેમને સપોર્ટ આપશે.”

સૂર્યકુમાર યાદવ શા માટે મજબૂત દાવેદાર છે?

સૂર્યકુમાર યાદવે તાજેતરમાં ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026માં ભારતને જીત અપાવી હતી. તેની કેપ્ટનશીપની ખૂબ પ્રશંસા થઈ છે. તેમનો આક્રમક અભિગમ, મેદાન પર નિર્ણય લેવાની ક્ષમતા અને ખેલાડી-સંચાલિત અભિગમ તેમને એક મજબૂત નેતા બનાવે છે.

શું હાર્દિક પર દબાણ વધશે?

હાર્દિક પંડ્યા પર પહેલાથી જ દબાણ છે.

  • 27 કરોડ રૂપિયાની કિંમત (ગઈ સિઝનમાં)
  •  કેપ્ટનશીપનો બોજ
  • ટીમના પ્રદર્શનની જવાબદારી

હવે જ્યારે સૂર્યકુમાર યાદવ જેવો સફળ કેપ્ટન ટીમમાં હાજર છે, ત્યારે MIનો હવાલો કોણે સંભાળવો જોઈએ તે અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ પાસે મજબૂત ટીમ છે. ટીમમાં હાર્દિક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા અનુભવી ખેલાડીઓ છે. તેને ડી કોક, શાર્દુલ ઠાકુર અને શેરફન રધરફોર્ડ જેવા ખેલાડીઓને પણ સામેલ કર્યા છે.

IPL 2026માં MIની ક્યારે રમાશે પહેલી મેચ?

મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે KKR સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી, રાજસ્થાન અને ચેન્નાઈનો સામનો કરશે. 12 એપ્રિલ સુધી IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પહેલી મેચ 28 માર્ચે છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *