PSL છોડનારા ખેલાડીઓને પાકિસ્તાન બોર્ડે આપી ધમકી, PCB કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીમાં!

📅 Published: March 22, 2026 | 📂 Category: sports

પાકિસ્તાન સુપર લીગ 2026 26 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ઘણા ઈન્ટરનેશનલ ખેલાડીઓએ PSL છોડીને IPLમાં રમવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં બ્લેસિંગ મુઝરાબાની અને દાસુન શનાકા જેવા અગ્રણી ખેલાડીઓએ PSL છોડીને IPLમાં રમવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને ખેલાડીઓનું આ વલણ પસંદ આવ્યું ન હતું. આ દરમિયાન PCBના વડા મોહસીન નકવીએ રવિવારે પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન શરૂ થાય તે પહેલાં જ ખસી રહેલા ઈન્ટરનેશનલ ખેલાડીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

PSL 2026માંથી ઘણા વિદેશી ખેલાડીઓએ નામ પાછું ખેંચી લીધું

પાકિસ્તાન સુપર લીગનો ભાગ રહેલા ઘણા વિદેશી ખેલાડીઓએ આ મહિને PSLમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. PSL છોડ્યાના થોડા દિવસો પછી તેઓ IPLમાં જોડાયા. 22 માર્ચે શ્રીલંકાના T20 કેપ્ટન દાસુન શનાકા IPL ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા, ત્યારબાદ મોહસીન નકવીએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું. શ્રીલંકાના દાસુન શનાકા IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો અને પછી PSLમાં લાહોર કલંદર્સમાં જોડાયો. પરંતુ હવે તે IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે રિપ્લેસમેન્ટ તરીકે જોડાયો છે.

PCBનો કાનૂની વિભાગ ખેલાડીઓ સામે કરી શકે છે મોટી કાર્યવાહી

મોહસીન નકવીએ એમ પણ જણાવ્યું હતું કે પીસીબીનો કાનૂની વિભાગ એવા ક્રિકેટરોના કેસ સંભાળી રહ્યો છે જેમને IPLમાં રમવા માટે PSL કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા છે. પરંતુ તેમને સ્પષ્ટતા કરી હતી કે આઈપીએલ સાથેના અથડામણથી પીએસએલને કોઈપણ રીતે નુકસાન થશે નહીં. માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગનો ભાગ બનવા માટે તૈયાર છે. ઘણા ઈન્ટરનેશનલ અને સ્થાનિક પાકિસ્તાની ક્રિકેટરો પણ લીગમાં રમતા જોવા મળશે.

PSL 2026ની ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ

PCBએ રવિવારે જણાવ્યું હતું કે ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધને કારણે પ્રદેશમાં તણાવને કારણે પાકિસ્તાન સુપર લીગનો પ્રથમ તબક્કો દર્શકો વિના રમાશે. દાસુન શનાકા આ વર્ષે પાકિસ્તાન સુપર લીગ છોડીને IPLમાં જોડાનાર બીજા વિદેશી ખેલાડી બન્યા છે. આ પહેલા ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયો હતો.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *