પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફ્રેન્ચાઈઝ આધારિત T20 લીગ પાકિસ્તાન સુપર લીગની 11મી સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલાં જ ઘણા વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પરત ખેંચી લીધા છે.
PSL 2026ને લઈને PCBએ આશા વ્યક્ત કરી હતી કે આ સીઝનમાં રમવા માટે બધી ટીમોના વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં રમવા આવશે, પરંતુ હવે T20 વર્લ્ડકપ 2026માં શ્રીલંકન ટીમનું નેતૃત્વ કરનાર ઓલરાઉન્ડર દાસુન શનાકાનું એક નામ પણ આ લીગ છોડી દેનારાઓના લિસ્ટમાં સામેલ થયું છે, જે હવે IPL 2026માં રમતો જોવા મળશે.
પર્સનલ કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા પીએસએલ 2026માં લાહોર કલંદર્સ તરફથી રમવાનો હતા, પરંતુ વ્યક્તિગત કારણોસર તેને પીએસએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાન રોયલ્સે હવે સેમ કરનની જગ્યાએ દાસુન શનાકાને સામેલ કર્યો છે.
રાજસ્થાન રોયલ્સના એક અધિકારીએ મીડિયાને આપેલા નિવેદનમાં દાસુન શનાકાના ટીમમાં સમાવેશની પુષ્ટિ કરી હતી. રાજસ્થાન રોયલ્સ ઓલરાઉન્ડર સેમ કરનના સ્થાને કોઈ ખેલાડી શોધી રહ્યું હતું, જે કમરની ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં દાસુન શનાકા તેની જગ્યાએ લેવા માટે તૈયાર છે.
આ ખેલાડીઓ અત્યાર સુધી PSLમાંથી થયા બહાર
દાસુન શનાકા હવે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા માટે તૈયાર છે, જ્યારે અન્ય ઘણા ખેલાડીઓએ પણ આગામી PSL સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તેમાંથી ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાની, જે PSL નો ભાગ હતો, તેને IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાનું નક્કી કર્યું છે. વધુમાં અફઘાન ખેલાડીઓ આ વખતે PSLમાં રમતા જોવા મળશે નહીં.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
