IPL 2026 પહેલા KKRની મોટી જાહેરાત, આકાશદીપની જગ્યાએ આ 28 વર્ષના બોલરને ટીમમાં કર્યો સામેલ

📅 Published: March 22, 2026 | 📂 Category: sports

IPL 2026 6 દિવસ બાદ 28 માર્ચે શરૂ થવાની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી 19મી સીઝનની શરૂઆત પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ટીમના બે ફાસ્ટ બોલર, હર્ષિત રાણા અને આકાશ દીપ, ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ દરમિયાન ફ્રેન્ચાઈઝીએ આકાશ દીપના સ્થાને ઝડપી બોલર સૌરભ દુબેને સામેલ કરવાની જાહેરાત કરી છે.

સુબ્રતો બેનર્જીએ સૌરભ દુબે અંગે મોટું નિવેદન આપ્યું

મીડિયા રિપોર્ટ મુજબ આકાશ દીપના બહાર થયા પછી KKRએ સૌરભ દુબેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 28 વર્ષના લેફ્ટ ફાસ્ટ બોલર ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે. તે અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો, પરંતુ હજુ સુધી તેને IPLમાં ડેબ્યૂ કર્યું નથી.

સૌરભ દુબેને ટીમમાં સામેલ કરવા વિશે બોલતા સુબ્રતો બેનર્જીએ કહ્યું કે “તે ખૂબ જ પ્રતિભાશાળી લેફ્ટ ફાસ્ટ બોલર છે. મને યાદ છે કે જ્યારે તેને 2019 ACC ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો.

સૌરભ દુબે એક ટેલેન્ટેડ બોલર છે અને બોલને બંને રીતે સ્વિંગ કરી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ મેનેજમેન્ટનો આ એક સારો નિર્ણય છે. તેને નેશનલ સિલેક્ટર તરીકે અને નાગપુરમાં સૌરભ દુબેના પ્રદર્શન પર નજીકથી નજર રાખી છે.”

KKR હર્ષિત રાણાનો વિકલ્પ શોધી શકતું નથી

કોલકાતા નાઈટ રાઈડર્સના એક અધિકારીએ સૌરભ દુબેના ટીમમાં સમાવેશની પુષ્ટિ કરી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટ અંગે નિર્ણય લીધો નથી, જે આ સિઝનમાં પણ રમતમાંથી બહાર છે. KKR હર્ષિત માટે એક સંપૂર્ણ રિપ્લેસમેન્ટ શોધી રહ્યું છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ મળ્યું નથી. તેથી જ તેઓએ હજુ સુધી પસંદગીને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.

મિની ઓક્શનમાં સૌરભ દુબે રહ્યો અનસોલ્ડ

ગયા ડિસેમ્બરમાં અબુ ધાબીમાં યોજાયેલી મીની-ઓક્શનમાં સૌરભ દુબે અનસોલ્ડ રહ્યો હતો. રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર પૂલમાં તે 1215મા નંબરે હતો અને તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી. IPLના નિયમો મુજબ પસંદગી માટે વિચારણા માટે ખેલાડીને RAPPનો ભાગ બનવું જરૂરી છે.

સૌરભ દુબેને અગાઉ 2022માં SRH દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે તેનો કાર્યકાળ ટૂંકો કરવામાં આવ્યો હતો. તે સિઝનમાં તે પોતાનું ડેબ્યૂ કરી શક્યો ન હતો. સૌરભ દુબે અત્યાર સુધીમાં 8 લિસ્ટ A અને 3 T20 મેચ રમી ચૂક્યો છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *