Suratમાં રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ? ધારાસભ્ય મુકેશ પટેલનું સરપ્રાઈઝ ચેકિંગ, ગુણવત્તા વગર પેમેન્ટ ન કરવા કડક આદેશ

📅 Published: March 22, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા રોડના કામોમાં મોટી ખામીઓ સામે આવતા સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે રોડના કામનું આકસ્મિક નિરીક્ષણ કરતા નબળી કામગીરી અને અધૂરું સોલ્ડરિંગ નજરે પડ્યું હતું. આ મામલે ધારાસભ્યએ સ્થળ પર જ અધિકારીઓને આડેહાથ લીધા હતા અને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા.

રોડના કામમાં ખામીઓ સામે આવી

ધારાસભ્ય મુકેશ પટેલે જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર સાઈડ સોલ્ડરિંગના અધૂરા કામ પર પડી હતી. તેમણે તાત્કાલિક ગાડી ઉભી રખાવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે રોડની સાઈડમાં જે પૂરાણ અને મજબૂતી હોવી જોઈએ તે ગાયબ હતી. આ પ્રકારની લાપરવાહીને કારણે અકસ્માતનો ભય રહેતો હોવાથી ધારાસભ્યએ અધિકારીઓને સ્થળ પર બોલાવીને ત્વરિત કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

અધિકારીઓને સ્થળ નિરીક્ષણ બાદ કડક સૂચના

ધારાસભ્યએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે, “માત્ર કામ પૂરું કરી દેવાથી ચાલશે નહીં, ગુણવત્તાની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ કરવામાં આવે.” તેમણે અન્ય રોડ પર થયેલા કામોની પણ ઝીણવટભરી તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. ધારાસભ્યના આ કડક વલણને પગલે જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાએ સરકારી કામોમાં થતી લોલમલોલ સામે લાલ આંખ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *