Surat News : હીરાના વેપારીઓ માટે મોટા અને સારા સમાચાર, દુબઈને બદલે હવે સુરતમાં રફ હીરાનું થશે ઓકશન

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

સુરતમાં જીજેઈપીસી (GJEPC) દ્વારા આયોજિત આ પહેલ હેઠળ ૨૩ માર્ચથી સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ હીરાનું પ્રથમ વ્યુઇંગ શરૂ થવા જઈ રહ્યું છે. દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાને પગલે હીરાના વેપારનું સમીકરણ બદલાઈ રહ્યું છે. સોમવાર, ૨૩ માર્ચથી દુબઈની જાણીતી કંપની ‘સ્ટાર જેમ્સ’ દ્વારા સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ ડાયમંડનું પ્રી-ઓક્શન વ્યુઇંગ શરૂ કરવામાં આવનાર છે જે ૨૭ માર્ચ સુધી ચાલશે.

આ ઇવેન્ટમાં દેશ-વિદેશના હીરા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે

એપિલ મહિનામાં પણ અન્ય વિદેશી કંપનીઓ જીજેઈપીસીના નેજા હેઠળ સુરતમાં ઓક્શન યોજવાની છે.બાયર્સને નજીકથી હીરા જોવાની તક મળશે એસડીબીના ટાવર B સ્થિત SIDC (સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર) ઓફિસ ખાતે યોજાનાર આ પ્રથમ વ્યૂઇંગમાં બાયર્સને હીરાની ગુણવત્તાનું નજીકથી નિરીક્ષણ કરવાની તક મળશે, ત્યારબાદ ઓનલાઈન ટેન્ડરિંગ મારફતે ઓક્શન યોજાશે. ઉદ્યોગજગતના આગેવાનો માને છે કે આવી પહેલોથી પારદર્શિતા વધશે અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળશે. એસડીબીના વાઈસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બૂર્સ હવે વૈશ્વિક સ્તરે ડાયમંડ ટ્રેડિંગ અને ઓક્શન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે.

કોમર્સ મિનિસ્ટ્રીમાંથી મંજૂરી મેળવી છે

જીજેઈપીસી (ગુજરાત)ના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આંતરરાષ્ટ્રીય આયોજનો સુરતને વૈશ્વિક હીરા ટ્રેડિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક વેપારીઓને નવા અવસર પ્રાપ્ત થશે. આગામી એપ્રિલ મહિનામાં આ પ્રકારના આયોજન મોટા પ્રમાણમાં થવા જઈ રહ્યા છે. જે માટે કોમર્સ મિનિસ્ટ્રીમાંથી મંજૂરી પણ મળી ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધી કામગીરી પૂર્ણ કરી દેવાશે

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *