
New Rules 1 April 2026: નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ 1 એપ્રિલથી દેશમાં ટેક્સ, બેન્કિંગ અને સામાન્ય જનજીવનને સ્પર્શતા અનેક મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સના ખિસ્સા પર પડશે. સૌથી મોટો ફેરફાર ઇનકમ ટેક્સના કાયદામાં છે, જ્યાં જૂના 1961ના કાયદાના સ્થાને હવે ‘નવો આવકવેરા અધિનિયમ 2025’ લાગુ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
HRA અને PAN કાર્ડના નિયમોમાં કડકાઈ
પગારદાર કર્મચારીઓ માટે HRA(હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરવાના નિયમો હવે વધુ કડક બન્યા છે.
