યુદ્ધને કારણે LPG ની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું, ખાતરની અછત સર્જાવાની આશંકા

📅 Published: March 23, 2026 | 📂 Category: India National


Urea Production Cut By 50% :  મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલના આક્રમણના પગલે ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરતા આખી દુનિયા ઊર્જા કટોકટીનો સામનો કરી રહી છે. આ સંકટ વચ્ચે ભારતમાં એલપીજી ગેસનો પુરવઠો ખોરવાયો હોવાથી ભારતમાં યુરિયા પ્લાન્ટ તેમની અડધી ક્ષમતા પર કામ કરી રહ્યા છે, જેને પગલે ઉત્પાદન પણ ઘટયું છે. આથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ પછી હવે ખાતરની તંગી સર્જાવાનું જોખમ છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના પગલે પેટ્રોનેટ એલએનજીએ ઈમર્જન્સી સ્થિતિની જાહેરાત કરી છે, જે દેશનો સૌથી મોટું એલએનજી મેળવતું ટર્મિનલ ઓપરેટ કરે છે. સપ્લાયરોએ હોર્મુઝની ખાડીમાંથી સપ્લાય અવરોધાવાના કારણે ગેસનો સપ્લાય કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *